કેપ્ટન મિતાલી રાજની આગેવાની હેઠળની ભારતની મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામે નવ વિકેટથી આસાન જીત મેળવતા ચાલુ વર્ષે રમાનારા આઇસીસી વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરી લીધું છે. શ્રીલંકામાં ચાલી રહેલા વર્લ્ડ કપના ક્વોલિફાયર મુકાબલામાં ભારતનો આ સળંગ છઠ્ઠો વિજય હતો. ભારતની સાથે સાથે સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમે પણ વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવ્યો હતો.