-
વસુધૈવ કુટુમ્બકમ્ એ ભારતની વૈશ્વિક નીતિ રહી છે. જેના ભાગરૂપે ભારતના અંદાજે 7 હજાર સૈનિકો વિશ્વના જુદા જુદા દેશોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાના પ્રતિનિધિઓ તરીકે ફરજ બજાવી રહ્યાં છે, એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું. મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે વિવિધ દેશોમાં શાંતિ સ્થાપવા સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જે 71 સૈન્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમાંથી 51 સૈન્ય કાર્યવાહીમાં ભારતના સૈનિકોએ ભાગ લઇને જે તે દેશમાં શાંતિ સ્થાપવામાં મદદ કરી હોવાથી ભારત હવે વિશ્વ શાંતિદૂતની ભૂમિકામાં નિભાવી રહ્યું છે.જે સમગ્ર ભારતવાસીઓ માટે ગૌરવની બાબત છે.