વડાપ્રધાન મોદી સાથેની બેઠકના થોડા કલાકો પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવું ટેરિફ જાહેર કર્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'ભારત સૌથી વધુ ટેરિફ લગાવે છે અને એટલા માટે આંખના બદલે આંખની નીતિ અપનાવવામાં આવશે. ભારત દુનિયાના સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોમાંથી એક છે.'