ભારતની સરહદે ચીન-પાકિસ્તાનના સૈન્યની સતત હાજરી જોવા મળી રહી છે. તિબેટની સરહદે ચીન-પાકિસ્તાનના લડાકુ વિમાનોએ લશ્કરી કવાયત કરી હતી. બંને દેશોના લડાકુ વિમાનોએ આ વિસ્તારના આકાશને ધમરોળ્યું હતું. બંનેના સૈન્યની હાજરીથી ભારતે સરહદે ચાંપતી વોચ ગોઠવી છે.
ચીને એક તરફ ભારત સાથેના સરહદી વિવાદો ઉકેલવાના નિવેદનો આપવાનું શરૃ કર્યું છે. ને બીજી તરફ તિબેટની સરહદમાં પાકિસ્તાન સાથે મળીને સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરી છે. પહેલાં ૧૫ દિવસની લશ્કરી કવાયત થવાની હતી, પરંતુ અચાનક ચીન-પાકિસ્તાને એ સમયમર્યાદા વધારીને એક માસ કરી દીધી છે.