અમેરિકામાં ભણવા જતાં વિદ્યાર્થીઓની સંખ્યા મામલે ભારતે બાજી મારી છે. 15 વર્ષ બાદ અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રમુખ સ્રોત રૂપે ભારતે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. અગાઉ ચીન આ સંદર્ભે પ્રથમ ક્રમે હતું.
ઈન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સચેન્જ 2024 પર ઓપન ડોર્સ રિપોર્ટ અનુસાર, ભારતમાંથી 2024માં 3.3 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા ગયા છે. આ સંખ્યા વાર્ષિક ધોરણે 23 ટકા વધી છે. આ સાથે અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાના મામલે ભારતે ચીનને પાછળ પાડી બાજી મારી છે.