નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હવે સમયની માંગ છે કે દેશના પછાત જિલ્લાઓમાં યુવા અધિકરીઓની નિમણૂંક થાય. સામાન્ય રીતે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની સરેરાસ વય 28 થી 30 વર્ષ સુધીની હોય છે. ઘણીવાર પછાત જિલ્લાઓમાં મોટી ઉંમરના ડીએમ તૈનાત થાય છે. આવા 115 જીલ્લાઓમાં એ અધિકારીઓની જ નિમણુંક થાય જેમનામાં જુસ્સો હોય અને તે કંઈક કરી શકે તેમ હોય.