રિલાયન્સ જિયોએ સોમવારે જણાવ્યું હતું કે, સરકારે 5જી સ્પેક્ટ્રમની સમયસર ઉપલબ્ધતા માટે સ્પષ્ટ રોડમેપ નક્કી કરવાની જરૂર છે તેમજ 5જી રેડિયોતરંગોની કિંમતોનો મહત્ત્વપૂર્ણ રીતે વિચાર કરવાની જરૂર પડશે.
ઇન્ડિયા મોબાઇલ કૉંગ્રેસ 2019માં રિલાયન્સ જિયો ઇન્ફોકોમ નાં બોર્ડનાં સભ્ય મહેન્દ્ર નાહટા એ કહ્યું હતું કે, "સરકારને સ્પેક્ટ્રમ સમયસર ઉપલબ્ધ કરાવવા માટે સ્પષ્ટ રોડમેપ નક્કી કરવાની જરૂર પડશે. સ્પેક્ટ્રમ હરાજીનાં લાંબા વિલંબનો અંત લાવવો પડશે. ઉપરાંત છેલ્લી હરાજી દરમિયાન સ્પષ્ટ કિંમતો પર બે હરાજીઓ વચ્ચે ઉદ્યોગને સ્પેક્ટ્રમ સતત ઉપલબ્ધ કરાવવા પડશે."
તેમણે ઉમેર્યું હતું કે, ભારતને 5જીમાં લીડર તરીકે સ્થાપિત કરવા 5જી સ્પેક્ટ્રમની કિંમત પર ગંભીરપણે વિચાર કરવો પડશે અને ઊંચી કિંમતોથી 5જીને નકારાત્મક અસર થશે. સરકારે સંપૂર્ણ ટેલીકોમ ક્ષેત્રનો વિચાર કરવાની જરૂર પડશે.