વિજયા દશમી નિમિત્તે સંઘના હોદ્દેદારોને સંબોધન કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, ચીને આપણી સરહદો પર અતિક્રમણ કર્યું પરંતુ આ ઘૂસણખોરીને ભારતે આપેલા જવાબથી ચીનને મોટો આઘાત લાગ્યો છે. સમગ્ર વિશ્વ ચીનના વિસ્તારવાદી સ્વભાવને જાણી ગયું છે. ભારતે આપેલી ટક્કરના કારણે ચીનની મહત્ત્વાકાંક્ષાને જોરદાર ફટકો પડયો છે. સરહદ પર ભારતે અડીખમ ઊભા રહીને ચીનને ચોંકાવી દીધો છે. ભાગવતે જણાવ્યું હતું કે, ચીનના આક્રમણથી ભારતની સેનાઓ, સરકાર અને જનતાએ જરાપણ વિચલિત થયા વિના તીવ્ર પ્રત્યાઘાત આપ્યો છે. ભારતે શક્તિ અને તકોના સંદર્ભમાં ચીન કરતાં વધુ મોટા અને શક્તિશાળી બનવાની જરૂર છે. ભારતે તેની સેના ચીન કરતાં વધુ મજબૂત બનાવવાની જરૂર છે. બીજી તરફ શિવસેના સુપ્રીમો અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, અમારા હિંદુત્વ પર સવાલો ઉઠાવનારા બાબરી ધ્વંસ સમયે બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેઠા હતા.