મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, ભારતે ચીનમાંથી બહાર જતા ઉદ્યોગોને આકર્ષવા માટે તૈયાર રહેવું જોઈએ. અહીં 'એડવાન્ટેજ મહારાષ્ટ્ર એક્સ્પો'ના સમાપન સત્રને સંબોધતા ફડણવીસે કહ્યું કે, વિશ્વની ફેકટ્રી કહેવાતા ચીનમાંથી ઉદ્યોગો 'પલાયન' થઈ રહ્યા છે. વૈશ્વિક ઉત્પાદનના લગભગ 40 ટકા ઉત્પાદન ચીનમાં થાય છે.