વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં ચૂંટણી રેલીને સંબોધન કરતા કહ્યું કે, આ લોકસભા ચૂંટણી ભારતને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવા મજબૂત અને સ્થિર સરકારની પસંદગી કરવા માટે છે. દેશના અર્થતંત્રને એવા લોકોથી બચાવવાનો છે, જેમની આર્થિક નીતિઓથી ભારત દેવાળીયાની સ્થિતિમાં પહોંચી ગયું હતું. જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦નો મુદ્દો ઉઠાવતા મોદીએ ફરી કહ્યું કે, તેમની ધાકડ સરકારે કલમ ૩૭૦ની દિવાલ પાડી દીધી.