પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિન ગ્લોબલ કોન્ક્લેવમાં સંબોધિન કર્યુ અને મહામારી કોવિડ-19 સામે લડવામાં ડિજિટલ પ્લેટફોર્મ 'CoWIN' ની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો. સાથે આ પ્લેટફોર્મને વૈશ્વિક સ્તર પર ઉપલબ્ધ કરાવવાની વાત કરી છે. આ કોન્ક્લેવમાં વર્ચ્યુઅલી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને કોવિડ પોર્ટલના સીઈઓ આરએસ શર્મા પણ સામેલ થયા છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ- ભારતીય સભ્યતા દુનિયાને એક પરિવાર તરીકે જુએ છે. આ મહામારી દરમિયાન લોકોએ તેનો અનુભવ પણ કર્યો હશે. તેથી કોવિડ વેક્સિનેશન માટે અમારા ટેક્નીકલ પ્લેટફોર્મ CoWIN ને ઓપન સોર્સ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યુ, મહામારીથી છૂટકો મેળવવા માટે વેક્સિનેશન મોટી આશા છે અને શરૂઆતથી ભારતમાં અમે વેક્સિનેશન માટે ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. મહામારી કોવિડ-19 સામે સંઘર્ષમાં તકનીકની મહત્વની ભૂમિકા પર ભાર આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, અમે જલદી અમારા કોવિડ ટ્રેસિંગ તથા ટ્રેકિંગ એપના ઓપન સોર્સ ઉપલબ્ધ કરાવીશું.