ભારતમાં વર્ષ ૨૦૨૦માં પણ અનેક વખત ઈન્ટરનેટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઈન્ટરનેટ ઉપર મુકાતા આ પ્રતિબંધોનો પગલે ભારતને ૨૦૨૦માં મોટું આર્થિક નુકસાન ઉઠાવવું પડયું હતું. ગ્લોબલ કોસ્ટ ફોર ઈન્ટરનેટ શટડાઉન અંગે જારી કરાયેલા અહેવાલ મુજબ ભારતને વર્ષ ૨૦૨૦માં કરવામાં આવેલા ઈન્ટરનેટ શટડાઉનને કારણે ૨.૮ અબજ ડોલરનું નુકસાન ઉઠાવવું પડયું હતું. ભારત વિશ્વમાં કોરોનાનો સૌથી વધુ ભોગ બનનારા દેશોમાં બીજા ક્રમે હતો. આ સ્થિતિમાં પણ ઘણી વખત ભારતમાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. top10vpn પોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે વર્ષ ૨૦૨૦માં ભારત ઈન્ટરનેટ બંધ કરવા મુદ્દે દેશમાં ટોચના સ્થાને રહ્યો હતો.