પાકિસ્તાને ગુરુવારે દાવો કર્યો હતો કે ભારત તરફથી એક મિસાઇલ છોડવામાં આવી છે જે તેના પંજાબ પ્રાંતમાં પડી છે. હવે આ મામલે ભારતના રક્ષા મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. રક્ષા મંત્રાલયે શુક્રવારે કહ્યું કે 9 માર્ચે નિયમિત દેખરેખના સમયે ટેકનિકલી ખરાબીના કારણે મિસાઇલનું આકસ્મિક ફાયરિંગ થયું હતું.
રક્ષા મંત્રાલયે કહ્યું કે ભારત સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તેના પર એક ઉચ્ચ સ્તરીય કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપી દેવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે જાણ થઇ છે કે જે મિસાઇલ ટેકનિકલી ખરાબીના કારણે ફાયર થઇ છે તે પાકિસ્તાનના વિસ્તારમાં પડી છે. આ ઘટના ખેદજનક છે. મંત્રાલયે એ પણ કહ્યું કે રાહતની વાત એ છે કે તેમાં કોઇ પ્રકારની જાનહાની થઇ નથી.