ICC વિશ્વકપ-2019ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રને પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે ભારતની વિશ્વકપ જીતવાની આશા સમાપ્ત થઈ ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 239 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 221 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી જાડેજાએ 77 અને ધોનીએ 50 રન બનાવ્યા હતા. આ સાથે ન્યૂઝીલેન્ડની ટીમ સતત બીજીવાર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. ન્યૂઝીલેન્ડ તરફથી હેનરીએ ત્રણ, બોલ્ટ અને સેન્ટનરે બે-બે વિકેટ ઝડપી હતી. હવે ન્યૂઝીલેન્ડનો ફાઇનલમાં મુકાબલો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ફાઇનલની વિજેતા ટીમ સાથે થશે. મેચમાં ત્રણ વિકેટ ઝડપનાર મેન હેનરીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.