દુનિયામાં ટેક્નોલોજીમાં મોનોપોલીનો અંત લાવવાની હાકલ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે ૨૧મી સદી ટેક્નોલોજીની સદી છે. જી-૭ સમિટના આઉટરીચ સેશનમાં પીએમ મોદીએ ઊર્જાના ક્ષેત્રમાં ભારતના દૃષ્ટિકોણ અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પ અંગે પણ વાત કરી હતી. વધુમાં દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે ચિંતા પ્રવર્તી રહી છે ત્યારે પીએમ મોદીએ કહ્યું કે, ભારત તેની વિકાસ યાત્રા માટે એઆઈનો લાભ લઈ રહ્યું છે.