મહારાષ્ટ્રની શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારે ફરી એકવાર 2024માં કેન્દ્રમાં એનડીએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમણે રવિવારે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય એક વિચાર સાથે ચાલી રહ્યા છે અને આપણે નરેન્દ્ર મોદીની સરકારને પરત લાવવાના પ્રયાસો કરવા પડશે. પવારે કહ્યું કે આજે હું સંતોના આશીર્વાદ લેવા મરાઠવાડા આવ્યું છુ. અમે કહેલા દરેક શબ્દનું પાલન કરનારા લોકો છીએ.