ફ્રાન્સની રાજધાની પેરિસમાં ચાલી રહેલી એઆઈ એક્શન સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત પોતાના લાર્જ લેંગ્વેજ મોડેલ પર કામ કરી રહ્યું છે અને એઆઈ ટેલેન્ટ પૂલ તૈયાર કરી રહ્યું છે. એઆઈના કારણે નોકરીઓ પર જોખમ ઊભું થવાના સંદર્ભમાં તેમણે કહ્યું કે, એઆઈથી નોકરીઓ જશે નહીં, પરંતુ નવી તકો ઊભી થશે. આ સાથે વડાપ્રધાન મોદીએ એઆઈના જોખમો સામે વિશ્વાસ અને પારદર્શિતા માટે વૈશ્વિક માળખું વિકસાવવા પર ભાર મૂક્યો હતો.