'કાલ ચક્ર ફરી રહ્યું છે, તે સંપૂર્ણ આંટો કરવા ઉપર છે. ઉત્તર પ્રદેશનાં સંભલપૂરમાં 'શ્રી કલ્કી ધામ મંદિર'નો શિલાન્યાસ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, એક તરફ ભારત વિદેશોમાંથી તેની પ્રાચીન મૂર્તિઓ દેશમાં લાવી રહ્યું છે, તો બીજી તરફ ભારતમાં વિદેશી મૂડી રોકાણો પણ વધી રહ્યાં છે.
એક તરફ યાત્રાધામો પણ વિકસાવવામાં આવી રહ્યાં છે, બીજી તરફ અન્ય નગરો હાઇટેક ઇન્ફ્રાસ્ટ્રકચર્સ પણ પ્રાપ્ત કરી રહ્યાં છે.
ઉત્તર પ્રદેશનાં સંભલપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંદિરનો શિલાન્યાસ કર્યો તે સમયે, દેશભરમાંથી અગ્રીમ સંન્યાસીઓ, વિદ્વાનો અને ધાર્મિક નેતાઓ પણ ઉપસ્થિત હતા.
આ શિલાન્યાસ સમયે આપેલા વક્તવ્યમાં વડાપ્રધાને કહ્યું હતું કે, આપણી પ્રાચીન મૂર્તિઓ વિદેશોમાંથી પાછી લાવવામાં આવે છે, પરંતુ દેશમાં વિદેશી મૂડી રોકાણ વધી રહ્યું છે. કાળનું ચક્ર હવે ફરી રહ્યું છે.