વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવા માટે એક સામાન્ય દ્રષ્ટિકોણ તૈયાર કરવાનું આહવાન કર્યું અને રાજ્યોને આ દિશામાં પગલાં લેવા જણાવ્યું છે. PM મોદીએ આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ (GCM)ની 8મી બેઠકને સંબોધિત કરતા આ વાત જણાવી છે. આ દરમિયાન ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપ રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રાજ્યોને નાગરિકોના સપના પૂરા કરે તેવા કાર્યક્રમો તૈયાર કરવા માટે આર્થિક રીતે વિવેકપૂર્ણ નિર્ણય લેવા જણાવ્યું છે.