અમેરિકાના પ્રમુખ જો બાયડેને કહ્યું હતું કે, કટ્ટર રાષ્ટ્રવાદ (ઝેનો-ફોબિયા)ને લીધે ભારતમાં વિદેશીઓ આવતા નથી અને તેથી તેનો આર્થિક ઉત્કર્ષ થતો નથી. અમેરિકાની આ ટીકાનો વિદેશ મંત્રી એસ. જયશંકરે વિશ્વ પત્રકારત્વ દિને ગઈકાલે (શુક્રવારે) પત્રકાર સંઘે યોજેલી રાઉન્ડ રેબલ કોન્ફરન્સમાં બોલતાં કહ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર કૈં લથડીયાં ખાતું નથી. સામે અન્ય વાત તે પણ છે કે ઐતિહાસિક રીતે જ ભારત હંમેશાં એક ખુલ્લા અને મુક્ત સમાજ તરીકે રહ્યું છે.