પૂર્વ લદ્દાખમાં ચીન સરહદે ભારતીય સેનાને વીતેલા ૨૦ દિવસમાં મોટી સફળતા મળી છે. ભારતીય સૈન્યે પીપલ્સ લિબરેશન આર્મીના ઇરાદા પર પાણી ફેરવતાં ચીનની સરહદે પહાડોના છ નવાં શિખરો પર કબજો કરી લીધો છે. ચીની સૈન્ય ભારતીય સૈન્ય પર સરસાઇ હાંસલ કરવા આ શિખરો પર કબજો કરવા માંગતું હતું. સરકારના ઉચ્ચ સૂત્રોએ જણાવ્યા મુજબ આપણા જવાનોએ છ મોટાં શિખરો પર કબજો કરી લીધો છે. તેમાં માગર હિલ, ગુરંગ હિલ, રેજાંગ લા, રાચના લા હિલ, મોખપારી અને ફિંગર ચાર પરનાં સૌથી ઊંચાં શિખરોનો સમાવેશ થાય છે. આ સફળતાને પગલે યુદ્ધ જેવી સ્થિતિમાં ભારત ચીન સામે સરસાઇ ધરાવતો થઇ ગયો છે.