સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે, જેને પગલે વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે. આવા કપરા સમયમાં પણ વિશ્વમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો થયો છે. વિશ્વના અગ્રણી બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ દ્વારા વિશ્વના અબજોપતિઓની ૩૫મી વાર્ષિક યાદી જાહેર કરી હતી. આ યાદી મુજબ ભારતના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ચીનના ઉદ્યોગપતિ જેક માને ખસેડીને ફરીથી એશિયાના સૌથી ધનિકનું સ્થાન હાંસલ કરી લીધું છે. ગયા વર્ષે જેક મા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા. મુકેશ અંબાણીની સંપત્તિ ૮૪.૫ અબજ યુએસ ડોલર છે. વિશ્વના ધનિકોની યાદીમાં અંબાણી ૧૦મા ક્રમે છે.