બોલિવૂડ હીરોઇન કંગના રણોત ફરીથી વિવાદમાં છે. તેણે તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન ભારતની આઝાદી અંગે આપેલા નિવેદનથી ભાજપના સાંસદ વરૂણ ગાંધી લાલચોળ થઈ ગયા છે. કંગનાએ જણાવ્યું હતું કે ભારતને સાચી આઝાદી તો ૨૦૧૪માં મળી હતી, ૧૯૪૭ની આઝાદી તો ભીખ હતી. આ અંગે આકરો પ્રતિસાદ આપતા વરૂણ ગાંધીએ જણાવ્યું છે કે કંગનાના આ વિચારને હું પાગલપણ કહું કે દેશદ્રોહ. તેણે આમ કહીને દેશના સ્વતંતા સેનાનીઓનું અપમાન કર્યું છે.કંગનાએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સાવરકર, રાણી લક્ષ્મીબાઈ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની વાત કરું તો તે જાણતા હતા કે લોહી વહેશે.