ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. આમાં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન આજે રમાવવા જઈ રહી છે. હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ભારતીય ટીમ ફોર્મમાં છે અને તેણે ઘણા પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કરીને પોતાને સર્વશ્રેષ્ઠ ટીમ સાબિત કરી છે. ટીમ ઈન્ડિયાની દિગ્ગજ ખેલાડી સ્મૃતિ મંધાના આ મેચમાં રમી રહી નથી. આંગળીમાં ઈજાના કારણે તે બહાર છે.