18મી એશિયન ગેમ્સના 14મા દિવસે ભારતના બોક્સર અમિત પંઘલે દેશને 14મો ગોલ્ડમેડલ અપાવ્યો છે. અમિત પંઘલે 49 કિલોગ્રામ વજનની કેટેગરીની ફાઈનલમાં ઉજ્બેકિસ્તાનના હાલના ઓલિમ્પિક ચેમ્પિયન હસનબોય દુસામાતોવને ત્રણ વિરુદ્ધ બેથી હાર આપી હતી. બોક્સર અમિત પંઘલની જીત સાથે ભારતને એશિયન ગેમ્સમાં કુલ 66 મેડલ પ્રાપ્ત થયા છે. એશિયન ગેમ્સમાં ભારતને મળેલા મેડલની આ સૌથી વધુ સંખ્યા છે.