ભારત-વેસ્ટ ઇન્ડીઝની મેચમાં આજે ભારત જોઇએ એટલું સારું પ્રદર્શન નહોતું કરી શક્યું. ભારતે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાને 268 રન બનાવ્યા હતા અને વેસ્ટ ઇન્ડીઝને જીતવા માટે 269 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની ઓપનિંગ જોડી રોહિત શર્મા અને કે.એલ.રાહુલે 29 રનની પાર્ટનરશિપ કરી હતી. પરંતુ 18 રને જ્યારે રોહિત રમી રહ્યો હતો, ત્યારે તેને થર્ડ અમ્પાયરના વિવાદાસ્પદ નિર્ણયનો શિકાર બનીને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. ત્યારબાદ કોહલી મેદાન પર આવ્યો હતો અને તેણે કે.એલ.રાહુલ સાથે પાર્ટનરશિપ બનાવવાની કોશિશ કરી હતી, પરંતુ રાહુલ 64 બોલમાં 48 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.