વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇને ભારતના કોરોના રસીકરણ અભિયાન પર વિશ્વાસ પ્રદર્શિત કરવા માટે આરોગ્ય કર્મચારીઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧નો સારો પ્રારંભ થયો છે. કોરોના મહામારી સામે લડવા ભારત અને વિશ્વને મદદરૂપ થવા બે મેઇડ ઇન ઇન્ડિયા વેક્સિન લોન્ચ કરાઇ છે. કોરોનાની બે વેક્સિન તૈયાર કરીને ભારતે વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત હવે આત્મનિર્ભર છે.