જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલી વધી ગઇ છે. એવામાં ભારતે દેશની સુરક્ષા મુદ્દે ફ્રાંસ સાથે મહત્વપૂર્ણ સમજૂતી કરી છે. બન્ને દેશો વચ્ચે ૨૬ રફાલ મરીન વિમાનોં માટે આશરે ૬૩,૦૦૦ કરોડ રૂપિયાની ડીલ થઇ ગઇ છે. આ ડીલ બાદ હવે ફ્રાંસ ભારતને ૨૬ રફાલ મરીન એરક્રાફ્ટ પુરા પાડશે. જેમાં ૨૨ સિંગલ સીટ અને ૪ ડબલ સીટ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.