ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં 8મીં વખત અસ્થાયી સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યું છે. 192 વોટમાંથી ભારતના પક્ષમાં 184 વોટ પડ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ ત્રિમૂર્તિએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી આ વાતની જાણકારી આપી છે.
ત્રિમૂર્તિએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, UNSCના સભ્ય દેશોએ ભારતને ભરપુર સમર્થન આપતા 2021-22 સુધી ભારત UNSCના અસ્થાયી સભ્ય તરીકે પસંદ પામ્યું છે.
ભારતની આ સફળતાથી પાકિસ્તાન છંછેડાયું
જ્યારે બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે ભારત હંમેશા આ મંચ પરથી ઉઠાવામાં આવેલા પ્રસ્તાવોને નામંજૂર કરતું રહ્યું છે, ખાસ કરીને કાશ્મીર જેવા મુદ્દાઓને. કાશ્મીરીઓને તેમનો હક્ક આપવામાં આવ્યો નહીં પરંતુ તેમના જુલ્મ હજુ પણ કરવામાં આવી રહ્યો છે. કુરેશીએ કહ્યું કે ભારતી અસ્થાયી સભ્ય બનવાથી કોઇ આભ ફાટી નહીં પડે. પાકિસ્તાન પણ અત્યાર સુધીમાં 7 વખત અસ્થાયી સભ્ય રહી ચૂક્યું છે.