ભારતે ચીનની સરહદે વધુ ૫૦ હજાર સૈનિકો તૈનાત કરીને ઐતિહાસિક પગલું ભર્યું છે. તે સાથે જ ચર્ચા શરૃ થઈ હતી કે ભારતે ચીન સામે ડિફેન્સિવને બદલે ઓફેન્સિવ રણનીતિ અમલમાં મૂકી છે. એટલું જ નહીં, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ ત્રણ દિવસ માટે લદાખના પ્રવાસે પહોંચ્યા હતા.
ભારતીય સૈન્યના વધુ ૫૦ હજાર સૈનિકો ચીનની સરહદે તૈનાત થયા છે. છેલ્લાં બે-ત્રણ માસમાં આ સૈનિકોને ચીનની સરહદે તૈનાત કરાયા હતા. બ્લૂમબર્ગના અહેવાલમાં આ દાવો થયો હતો. રીપોર્ટ્સ પ્રમાણે ભારતે ચીનની સરહદે બે લાખ કરતાં વધુ સૈનિકો છેલ્લાં દોઢ-બે વર્ષમાં જ તૈનાત કરી દીધા છે.