ભારતે રિઝનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ (RCEP)માં સામેલ નહી થવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, RCEP હેઠળ કોર હિતો પર કોઈ સમાધાન નહી થાય. ભારતનું કહેવું છે કે, RCEP સમજૂતિ તેના મૂળ ઉદ્દેશ્યને દર્શાવી રહ્યો નથી અને તેના પરિણામો સંતુલિત અને યોગ્ય નથી. ભારતે આ સમજૂતિમાં કેટલીક નવી માંગ રાખી હતી. ભારતનું કહેવું હતું કે, આ સમજૂતિમાં ચીનનું પ્રભુત્વ હોવું જોઈએ નહી, નહી તો તેનાથી ભારતને વ્યાપારિક નુકસાન વધશે.
જણાવી દઈએ કે બેંકોક યાત્રા પર જતા પહેલા PM મોદીએ કહ્યું હતું કે, RCEP બેઠકમાં ભારત તે વાત પર ધ્યાન આપશે કે શું વ્યાપાર, સેવાઓ અને રોકાણમાં તેમની ચિંતાઓ અને હિતોને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે નહી. બધું યોગ્ય રીતે જાણ્યા સમજ્યા પછી જ તેના પર વિચાર કરવામાં આવશે.
RCEP કરારનો વિરોધ કેમ છે?
RCEP કરાર અમલમાં આવતા પશુપાલકોને ફટકો લાગી શકે છે. દૂધ તેમજ દૂધની બનાવટો સહિત કેટલીક વસ્તુઓ અને ફ્રી ટ્રેડ હેઠળ વેચાણમાં મુકાય. આ નિયમમાંથી દૂધ અને દૂધની બનાવટોને બાકાત રાખવા રજૂઆત કરી છે. RCEP કરારથી ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ થશે.