ધોનીની કેપ્ટન્સી હેઠળની ટીમની હારનો બદલો લેતાં રહાણેની આગવાની હેઠળની ઈન્ડિયા-એ ટીમે ઈંગ્લેન્ડને બીજી પ્રેક્ટિસ વન ડેમાં છ વિકેટથીપરાજય આપ્યો હતો. રહાણેની ૯૧ રનની કેપ્ટન્સ ઈનિંગ તેમજ ઋષભ પંતના ૩૬ બોલમાં ૫૯ અને શેલ્ડન જેક્સનના ૫૯ની મદદથી ઈન્ડિયા-એ ટીમે જીતવા માટેના ૨૮૩ના પડકારને માત્ર ૩૯.૪ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.