રેક પ્રોજેક્ટમાં વિલંબ માટે જાણીતા ભારતે રસ્તો બનાવવાના મોરચે વિશ્વવિક્રમ સર્જ્યો છે. ભારતે ૧૦૦ કલાકમાં એટલે કે ચાર દિવસથી થોડા વધારે સમયમાં ૧૦૦ કિ.મી. રસ્તો બનાવીને અમેરિકા, ચીન અને જાપાન જેવા દેશોને પણ પાછળ છોડી દીધા છે. ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસ વેની નજીક નેશનલ હાઇવે -૩૪ પર ૧૫ મેના રોજ સવારે રસ્તો બનાવવાનું કામ શરુ થયુ. તે ૧૯ મેના રોજ બપોરે બે વાગો પૂરુ થયુ. આમ ૧૦૦ કલાકમાં ૧૧૨ કિ.મી.નો રસ્તો બની તૈયાર થયો.