સુપ્રીમ કોર્ટે એસસી-એસટીમાં પેટા અનામતનો ચુકાદો આપ્યો તેના વિરોધમાં કેટલાક આદિવાસી અને દલિત સંગઠનોએ ભારત બંધનું આપેલું એલાન ઝારખંડ, બિહાર અને ઓડિશા જેવી મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા રાજ્યોમાં સફળ રહ્યુ હતુ. આ ઉપરાંત દેશના આદિવાસી વિસ્તારોમાં પણ ભારત બંધ સફળ રહ્યો હતો પરંતુ બાકીના વિસ્તારોમાં તેની ખાસ અસર જોવા મળી ન હતી. ં