તામિલનાડુના મહાબલિપુરમ ખાતે શુક્રવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બે દિવસીય બીજી અવિધિસરની શિખર બેઠકનો પ્રારંભ થયો હતો. શુક્રવારે સવારે ૧૧.૧૫ કલાકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શિખર બેઠકમાં હાજરી આપવા માટે ચેન્નઇ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ ભંવરીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી ઇ પલાનીસામીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદી ચેન્નઇ એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા મહાબલિપુરમ પહોંચ્યા હતા. બીજીતરફ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બપોરે ૨.૧૦ કલાકે ચેન્નઇ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર રાજ્યપાલ ભંવરીલાલ પુરોહિત અને નાયબ મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પરથી જિનપિંગ આરામ માટે આઇટીસીની હોટલ ગ્રાન્ડ ચૌલા ખાતે પહોંચ્યા હતા. બપોર બાદ ૪.૪૦ કલાકે જિનપિંગ ચેન્નઇથી મહાબલિપુરમ રવાના થયા હતા. બરાબર પાંચ કલાકે તેઓ મહાબલિપુરમ પહોંચ્યા હતા જ્યાં વડા પ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને નેતાઓએ મહાબલિપુરમમાં પ્રસિદ્ધ અર્જુનના તપસ્યા સ્થળની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ જિનપિંગને આ સ્થળના ઐતિહાસક મહત્ત્વ અંગે જાણકારી આપી હતી. ત્યારબાદ બંને નેતાઓ પંચ રથ પહોંચ્યા હતા. અહીં બંને નેતાઓએ નારિયેળ પાણી પીતાં પીતાં અનૌપચારિક વાતો કરી હતી. ત્યારબાદ બંને નેતાઓએ ૨૫૦ ટનના કૃષ્ણા બટરબોલની પણ મુલાકાત લીધી હતી. ૬ મીટર ઊંચી અને ૫ મીટર પહોળી આ ગોળાકાર શિલા સંતુલન સાથે ઊભી છે.