લદ્દાખમાં ગાલવાન ઘાટી ખાતે થયેલી હિંસક અથડામણ બાદ ભારતે એક્ચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ (LAC) ખાતે સુરક્ષા વધારી દીધી છે જેથી ચીન વધુ ખંધાઈ પર ઉતરી આવ્યું છે. ચીનના સરકારી સમાચાર પત્રએ ધમકીભર્યા સૂરમાં લખ્યું હતું કે, ‘ભારત જાણે છે કે ચીન સાથેનું યુદ્ધ જીતી નહીં શકાય કારણ કે દિલ્હીને ખબર છે કે જો યુદ્ધ થશે તો તેની હાલત 1962ના યુદ્ધ કરતા પણ ખરાબ થશે.’
ગ્લોબલ ટાઇમ્સે એક ચીની વિશ્લેષકને હવાલે લખ્યું કે, “ગલવાન ઘાટીમાં સીમા સંઘર્ષ બાદ ભારતની અંદર ચીનની વિરૂદ્ધ રાષ્ટ્રવાદ અને શત્રુતા તેજીથી વધી રહી છે. જ્યારે ચીની વિશ્લેષકો અને ભારતનાં અંદર પણ કેટલાંક લોકોએ ચેતવણી આપી હતી કે નવી દિલ્હીને ઘરમાં રાષ્ટ્રવાદને શાંત કરવો જોઇએ.”
ગ્લોબલ ટાઇમ્સમાં રવિવારનાં રોજ પ્રકાશિત કરવામાં આવેલા રિપોર્ટમાં એક ચીની વિશ્લેષકે કહ્યું કે, “જો નવી રીતે ફરી વાર યુદ્ધ થાય છે તો ચીનની સાથે 1962નાં સીમા વિવાદ બાદ ભારત હજી વધારે અપમાનિત થશે, જો તે ઘરમાં ચીન વિરોધી ભાવનાને નિયંત્રિત નહીં કરી શકે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારે સશસ્ત્ર દળોને તમામ આવશ્યક એક્શન લેવાની સંપૂર્ણ આઝાદી આપી છે તેમ કહ્યું હતું. જો કે સાથે જ તેઓ તણાવ ઘટાડવા માટેના પ્રયત્નો કરતા પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. તે સમયે ગાલવાન ઘાટીમાં વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે ચીની પક્ષના 70થી વધુ સૈનિકો ઘાયલ થયા હતા.