ઈન્ડિયા સંગઠનના પક્ષોમાં ભ્રષ્ટાચાર એકસમાન ચરિત્ર છે અને તૃણમૂલ કોંગ્રેસે તો તેને પૂર્ણસમયનો કારોબાર બનાવી દીધો છે તેવો આક્ષેપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના હાવરામાં કર્યો હતો. તેમણે તૃણમૂલ કોંગ્રેસ પર રાજ્યમાં અશાંતિ સર્જવાનો પણ આક્ષેપ મૂક્યો હતો. આ સાથે તેમણે જાહેરાત કરી હતી કે દેશમાં સીએએના અમલને કોઈ રોકી શકશે નહીં. સંદેશખલીનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે, ગુંડાઓ મહિલાઓને ધમકીઓ આપી રહ્યા છે ત્યારે તૃણમૂલ ગુંડાઓને બચાવવા દરેક હથકંડા અજમાવશે.