વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૪મા સત્રને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ૧૩૦ કરોડ ભારતીયો વતી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરવાની વિશેષ તક અને ગૌરવનો અવસર છે કારણ કે વિશ્વ આ વર્ષે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યું છે. વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં વિકાસ અને વિશ્વ શાંતિ પર વિશેષ ભાર મૂકતાં આતંકવાદની આકરી નિંદા કરી હતી.