શનિવારે ઈન્ડિયા A અને પાકિસ્તાન A વચ્ચે રમાયેલી એશિયા કપની મેચમાં ઈન્ડિયા Aની 7 રનથી જીત થઈ છે. ઈન્ડિયા Aએ પાકિસ્તાન A સામે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા. ભારત તરફથી કેપ્ટન તિલક વર્માએ સૌથી વધુ 44 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી સુફિયાન મુકીમે સૌથી વધુ બે વિકેટ ઝડપી. સુફિયાન ટીમ માટે બીજી સૌથી સસ્તા બોલર રહ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે ભારતીય બેટ્સમેન અભિષેક શર્મા અને પાકિસ્તાનના બોલર સુફિયાન મુકીમ વચ્ચે ઝઘડો થયો હતો. અમ્પાયરે વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો.