મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે આયર્લેન્ડને 5 રનથી હરાવ્યું. વરસાદના વિઘ્ન વચ્ચે આ મેચનો નિર્ણય ડકવર્થ-લુઈસના આધારે કરવામાં આવ્યો હતો. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 156 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ 56 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 87 રનની શાનદાર અડધી સદી ફટકારી હતી. સ્મૃતિની શાનદાર બેટિંગ અને ભારતની આ જીત બાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.