તાજેતરમાં ઇથોપિયામાં એરલાઇન્સનું બોઇંગ 737 મેક્સ-8 વિમાન દુર્ઘટનામાં 157 લોકોનાં મોત થયાં પછી વિશ્વમાં મોટાભાગના એરલાઇન્સ ઓપરેટરોએ મેક્સ-8 પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે ગત રોજ ભારતે પણ બોઇંગ 737 મૈક્સ 8 વિમાનને પ્રતિબંધિત કર્યું છે. જણાવી દઈએ કે, બીજા પણ ઘણા દેશોએ આ પ્રકારના પગલાં ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ થયેલી વિમાન દુર્ઘટનામાં 157 લોકોના મોત નીપજ્યા હતા.
નોંધનીય છે કે, સ્પાઇસ જેટની પાસે હાલમાં આવા 12 બોઇંગ વિમાન છે, જ્યારે જેટ એરવેઝની પાસે 5 બોઇંગ વિમાન છે. નાગર વિમાનન મંત્રાલયે એક ટ્વિટમાં કહ્યું હતું કે, ડીજીસીએ એ બોઇંગ 737 મેક્સ વિમાનોને ઉડાડવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો છે. આ વિમાન ત્યાં સુધી ઉડાન નહીં ભરી શકે જ્યાં સુધી સુરક્ષિત ઓપરેશનલ માટે ઉપયુક્ત સુધારા અને સુરક્ષા ઉપાય કરી ના શકે.
તો બીજી બાજુ, એક નિવેદનમાં સ્પાઇસ જેટે કહ્યું છે કે, અમે બોઇંગ અને ડીજીસીએ ની સાથે સતત વાતચીત કરી રહ્યાં છીએ. અમે હંમેશાની જેમ સુરક્ષાને પહેલાં સ્થાન પર રાખવાનું ચાલુ રાખીશું. અમે ડીજીસીએના ગઇકાલના નિર્દેશોની અનુરૂપ પહેલેથી જ ઉપાય અમલમાં મૂકી દીધો છે.
યુરોપિયન સંઘ અને કેટલાંય દેશોએ પોત-પોતાના હવાઇ ક્ષેત્રમાં 737 મૈક્સ 8ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉલ્લેખનીય છે કે, આ વિમાન પર પ્રતિબંધ મૂકનાર નેધરલેન્ડ પહેલો દેશ છે.