ભારતનાં પ્રવાસે આવેલા બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના અને પીએમ મોદી વચ્ચે શનિવારે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂક્યો હતો. કેટલાક પ્રાદેશિક મુદ્દાઓ પણ ચર્ચાયા હતા. બંને નેતાઓની હાજરીમાં ૭ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં ડિફેન્સ, ટ્રેડ, પોર્ટસ, પાણીની વહેંચણી, શિક્ષણ, સાંસ્કૃતિક આદાન પ્રદાન, દરિયાઈ સુરક્ષાનો સમાવેશ થાય છે.