ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે.હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચોની સિરીઝ બોર્ડર ગાવાસ્કર ટ્રોફી રમાઈ રહી છે. જેની ત્રીજી ટેસ્ટ મેચ ઈંદોરમાં રમાઈ રહી છે. અહીં ભારતીય સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. જોકે ભારતીય ટીમની પ્રથમ ઈનીંગ કંગાળ રહી હતી. બીજા દાવ બાદ ભારતીય ટીમે માત્ર 75 રનની લીડ મેળવી હતી.