ચીનમાં 41થી વધુ લોકોનો ભોગ લેનારા કોરોના વાઇરસના ભયે તાજેતરમાં ચીનથી પાછાં ફરેલા 11 નાગરિકોને સતત નિરક્ષણ હેઠળ હૉસ્પિટલમાં અલગ રખાયા હોવાની જાણકારી મીડિયા સૂત્રો દ્વારા થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ચીનના જુદા જુદા શહેરોમાં મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરી રહ્યા છે. એકલા વુહાનમાં જ 700 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ રહે છે. ચીની સરકારે વુહાન સહિત કેટલાક શહેરોમાં અવર-જવર પર પ્રતિબંધ મુકી દીધો છે. ભારતીય વિદેશ મંત્રાલયે તમામ ભારતીયોની મદદ માટે હેલ્પલાઇન નંબર બહાર પાડ્યા છે. આ ઉપરાંત ભારત સરકારે ચીનનો પ્રવાસ કરનારા લોકો માટે કેટલાક નિર્દેશો પણ ઇસ્યુ કર્યા છે.
- ચીન ગયેલા ભારતીય પ્રવાસીઓ સંભવ હોય તો માસ્ક પહેરીને રાખે
- જો બહુ જરૂરી ન હોય તો ચીનનો પ્રવાસ ટાળો
- ભારતીયો સાર્વજનીક સ્થળે માસ્કનો ઉપયોગ કરે
- કંઇ પણ ખાતા-પીતા પહેલા અથવા કોઇની સાથે હાથ મિલાવતા પહેલા હાથ જરૂરથી સાફ કરો
- જ્યારે પણ છીંક કે ઉધરસ આવે તો પોતાનું મો ઢાંકી દો
- બિમારીના થોડા પણ લક્ષણ જણાય તો તુરંત મેડીકલ તપાસ કરાવો
- જે લોકોમાં બિમારીના લક્ષણ જોવા મળે તેમનાથી અંતર જાળવો
- જાનવરોના સંપર્કથી પણ દૂર રહો
- પશુ માર્કેટ, ફાર્મમાંથી જવાનું ટાળો
- જો પ્રવાસી પોતાને બિમાર અનુભવે તો એરલાઇન્સના ક્રૂનો સંપર્ક કરી શકે છે