ચીન અને અન્ય દેશોમાંથી સસ્તી આયાતમાં વધારાને અટકાવવા એટલે કે ભારતમાં ડમ્પિંગને રોકવા માટે ભારત સ્ટીલની આયાત પર હંગામી ધોરણે ૧૨ ટકા ટેરિફ લાદવા વિચારણા કરી રહ્યું છે. આ ટેરિફને સેફગાર્ડ ડયુટી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકાર આ ટેરિફ લાદવાની તૈયારીમાં હોવાનું એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું. ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે.