અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી શરૂ થયેલા વ્યાપાર યુદ્ધની અસર ભારત પર પણ દેખાવા લાગી છે. ભારત આગામી સપ્તાહે અમેરિકાથી આયાત થનારી 30 સંશોધિત વસ્તુઓની યાદી પર 240 મિલિયન ડોલરનું આયાત શુલ્ક લગાવે તેવી શક્યતા છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ અમેરિકાએ ભારતમાંથી આયાત થનારા એલ્યુમિનિયમ અને સ્ટીલ પરના ઉત્પાદન શુલ્કમાં એકતરફી વધારો કરતાં ભારત પલટવાર પગલાં લઈ શકે છે.