ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)એ જાહેર કર્યું છે કે, તે ઝારખંડમાં વિપક્ષી ગઠબંધન ઇંડિયાથી અલગ રહી લોકસભાની ચૂંટણી લડશે. રવિવારે સાંજે એલાન કરતાં તેણે જણાવ્યું હતું કે, રાજ્યની લોકસભાની ૧૪ બેઠકો પૈકી આઠ બેઠકો ઉપર એકલે હાથે ચૂંટણી લડશે. જો કે અત્યરે સીપીઆઈના એક પણ સાંસદ ઝારખંડમાંથી લોકસભામાં ગયા નથી. આમ છતાં સીપીઆઈ અલગ થવાથી ઇંડીયા ગઠબંધનની એકતાને ભારે આંચકો લાગ્યો છે. એક તરફ સીપીઆઈએ કોંગ્રેસની કાર્યશૈલી ઉપર નિશાન સાંધ્યું છે, તો બીજી તરફ ઝામુમોએ સીપીઆઈ ઉપર પ્રહારો શરૂ કરી દીધા છે.