યુનાઈટેડ નેશન (UN) દ્વારા આજે રશિય-યૂક્રેન યુદ્ધ અંગેનો એક મહત્ત્વનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જોકે ભારતે રશિયાની મિત્રતાનો સાથ નિભાવી પ્રસ્તાવને સમર્થન આપવાનો ઈન્કાર કરી દીધો છે. યુએનની મહાસભામાં દ્વારા લવાયેલા પ્રસ્તાવમાં એવો ઉલ્લેખ કરાયો હતો કે, રશિયા યૂક્રેન વિરુદ્ધની આક્રમકતાને તુરંત સમાપ્ત કરે તેમજ તેના જાયોરિજ્જિયા સ્થિત પરમાણુ પાવર પ્લાન્ટ પરથી રશિયન સૈનિકો અને કર્મચારીને તાત્કાલીક પરત બોલાવે.