ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાયેલી સેમિફાઇનલ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ છે. આ સાથે જ ટીમ ઇન્ડિયા પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોચી ગઇ છે. ગુરુવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે યોજાનારા ICC મહિલા ટી-20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે રમવા માટે તૈયાર હતી, પરંતુ વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાને તેમના ગ્રુપના પોઇન્ટ ટેબલમાં ટોપ પર હોવાનો ફાયદો મળ્યો અને ફાઈનલની ટિકિટ મળી ગઈ છે.