ગઇકાલે રજૂ કરવામાં આવેલા બજેટમાં વિરોધ પક્ષ શાસિત રાજ્યો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાના આરોપ સાથે ઇન્ડિયા બ્લોકના સાંસદોએ આજે સંસદ પરિસરમાં દેખાવો કર્યા હતાં. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ બજેટે ભારતના સંઘીય માળખાની પવિત્રતા પર હુમલો કર્યો છે.